વરસાદને મૂકી ઘરમાં નહિ આવું
વરસાદને મૂકી ઘરમાં નહિ આવું
વરસાદને મૂકીને હું તો ઘરમાં નહિ આવું,
આ વાદળ કરે વ્હાલ મને મારા સ્વજનો કરતા વધારે,
જોને ભીંજવે મારું તન મન,
વરસાદને મૂકીને હું તો ઘરમાં નહિ આવું,
બાળપણ મારું આ વરસાદ લાવે,
વહાણ ચલાવવાની કેવી અણમોલ ખુશીઓ આપે,
વરસાદને મૂકીને હું તો ઘરમાં નહિ આવું,
ના જોઈએ મારે આ છત્રી ને રેઈનકોટ,
મારે તો આ વાદળ ના હેતથી ભીંજાવું,
વરસાદને મૂકીને હું ઘરમાં નહિ આવું,
પૃથ્વી સાથે સંતાકૂકડી રમતો વરસાદ,
ધરા ને હેતથી ભીંજવતી વરસાદ,
જાદુઈ પીંછીથી ધરતીને લીલા રંગે રંગી દેતો વરસાદ,
પંખીઓને ખુશ કરતો વરસાદ,
મને પણ કવિતાની ભેટ ધરતો વરસાદ,
આવા અણમોલ વરસાદને છોડી હું ઘરમાં નહિ આવું,
ભીના ભીના પાંદડા શરમાયા આ વર્ષા બિંદુથી એમ,
જાણે ! વ્હાલમ સ્પર્શથી કોઈ વિરહિણી,
આ કુદરતનાં સુંદર નજારાને માણવો મારે,
વરસાદને મૂકી હું ઘરમાં નહિ આવું.

