વૃક્ષો સાથે પ્રેમ રાખું છું
વૃક્ષો સાથે પ્રેમ રાખું છું
વૃક્ષો સાથે પ્રેમ ઘણો રાખું છું,
શ્વાસનો સદા સંબંધ રાખું છું,
હૃદયમાં રાખું પ્રેમ પ્રકૃતિ પ્રત્યે,
સાચો એજ સંબંધ રાખું છું,
અસ્તિત્વ છે જૈવિક સૃષ્ટિમાં,
એટલે જ તો કાળજી રાખું છું,
જળ-વાયુ જરૂરી જીવન માટે,
શુધ્ધ રહે એની ચિંતા રાખું છું,
સૃષ્ટિ ઈશ્વરની હરિયાળી માટે,
જતન કરવાની ચિંતા રાખું છું,
સૃષ્ટિમાં વિવિધતા ઘણી માટે,
વન-વસુધંરાની ચિંતા રાખું છું,
સ્વર્ગની અનુભૂતિ કરવા માટે,
પ્રકૃતિ શિક્ષણની ચિંતા રાખું છું,
નવાં વૃક્ષો ઉછેર કરીએ અહીં,
નવી પેઢીની જો ચિંતા રાખું છું,
