STORYMIRROR

Jn Patel

Inspirational

4  

Jn Patel

Inspirational

વૃક્ષ

વૃક્ષ

1 min
319

કેટલી દબાવશો, બીજ જેવી જાત છે અમારી..

દટાઈને બહાર આવવાની ઓકાત છે અમારી...


તોફાનો આવે અને ચાલ્યા જાય તોય અડગ છીએ..

તેજ સૂરજના કિરણ સાથે મુલાકાત છે અમારી...


અપેક્ષાઓ આજે પણ નથી બાંધી કે નથી રાખી..

અપકારીને પણ ઉપકાર કરીએ તેવી નાત છે અમારી..


કાળજાનાં કટકાને વિખૂટા પાડતા પળ ના વિચારીએ..

નમવું અને ગમવું એવી સદાય આદત છે અમારી...


વસે છે વાસુદેવ હૈયે ને જગત જોવે પણ ખરું..

ખુદને બાળી માનવને મોક્ષ કરે તેવી જાત છે અમારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational