વૃક્ષ
વૃક્ષ
પૃથ્વી પરનું અમરત્વ વૃક્ષ,
માનવ જીવનનું જીવત્વ વૃક્ષ,
પ્રકૃતિ તણો શણગાર વૃક્ષ,
હર જીવ તણો આધાર વૃક્ષ,
ધરતીનું સૌંદર્ય સાગર વૃક્ષ,
જીવને છલકતી ગાગર વૃક્ષ,
માનવને આનંદ આપે વૃક્ષ,
જીવન જરૂરિયાત આપે વૃક્ષ,
ચલો બાલુડા વાવીએ વૃક્ષ,
કરી જતન ઉછેરીએ વૃક્ષ.