STORYMIRROR

KANAKSINH THAKOR

Inspirational Children

3  

KANAKSINH THAKOR

Inspirational Children

વૃક્ષ વાવો તમે એક

વૃક્ષ વાવો તમે એક

1 min
231

આવો મારા બાળકો જન્મદિનની કાપો કેક

આવો મારા ભાઈ ને બેન વૃક્ષ વાવો તમે એક,


વૃક્ષ વાવવાનો લેજો તમે

મનમાં રે ભઈલા પ્રણ

ધરતીનો શ્વાસ છે વૃક્ષ

વૃક્ષ વિના ધરા થાશે રણ


વૃક્ષો વાવવાનો, ઉછેરવાનો પહેરો તમે ભેખ

આવો મારા ભાઈને બેન વૃક્ષ વાવો તમે એક


વૃક્ષનો ના કરતા તમે ભાઈ

આડેધડ ચારેકોર નાશ

વૃક્ષ વગર આ ધરતી પર

સર્વત્ર થઈ જશે સર્વનાશ


વૃક્ષો ધરા પર ફેલાવે છે પરોપકારની મહેક 

આવો મારા ભાઈને બેન વૃક્ષ વાવો તમે એક,


ટાઢ, તડકો, વરસાદ કરે સહન

આપણને દે શીતળ છાંયો

વૃક્ષો છે આપણા જીવનનો

 સાચો ને પરોપકારી પાયો,


આવો સાથે મળી લઈએ વૃક્ષો વાવવાની ટેક 

આવો મારા ભાઈને બેન વૃક્ષ વાવો તમે એક


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational