વૃક્ષ કવિતાનું
વૃક્ષ કવિતાનું
એક વૃક્ષ કવિતાનું મેં વાવ્યું,
આવી તેને શબ્દ ને વાક્યની ડાળીઓ,
ફૂલમાં નીકળે ભાવની સુગંધ હો,
તેને છંદ ને પ્રાસની પાંખડીઓ,
ખૂબ ખૂબ ખીલ્યું, ફૂલી ફૂલી જો,
ફોરમ ફેલાણી ચોતરફ હો,
હાસ્યનું પક્ષી, પ્રગતિ કરતું આવ્યું,
ને મારા જીવનમાં ખુશીનો રંગ લાવ્યું,
પૂરું થયું, પુરાનું સપનું આજે,
વૃક્ષ કવિતાનું, કવિનો ખિતાબ લાવ્યું.
