વૃદ્ધાશ્રમ
વૃદ્ધાશ્રમ
એવા વિદેશી વાયરા વાયા,
કે અજાણે ઉપાડીને લાયા ?
પહેલા થોડા લોકોને ભાયા,
આડેધડ પછી એ છવાયા.
પૈસા ભલે વધારે કમાયા,
પણ સબંધો ટૂંકા થતા ગયા,
અગવડ સગવડના નામે,
આવા દાખલા આવતા સામે.
માવતર ને સમજ ન પડી,
કેમ કરીને આવી આ ઘડી,
આંખો ભીની અને મોઢું બંધ,
વૃદ્ધાશ્રમે જઈને બેઠો સબંધ.
