વરદાન
વરદાન
વરદાન છે આ જીંદગી,
જીવી લેજો હવે જરા.
પડે છે આ સવાર રોજે,
સમયે નીકળજો જરા.
દરદ તો હોય આ જીવતરે,
હસતું મુખ રાખજો જરા.
મળશે અઢળક તમને પણ
પ્રીત જગે વહાવજો જરા.
નિષ્ફળતાથી ડર હોય કેવો?
કોશિશો કામે લગાડજો જરા.
દુઃખી થઇ "નીલ"અભિશાપ કહેશો ના,
વરદાન છે જીંદગી અજમાવજો જરા.
