STORYMIRROR

Kaushik Dave

Romance Others

3  

Kaushik Dave

Romance Others

વર વધુ

વર વધુ

1 min
339

પ્રણય કરતી બેલડી,

એકબીજા ને સંગ,

જન્મ જન્મના પ્રેમ,

બંધાય સ્નેહ ગાંઠ,


આખરે મનથી મક્કમ,

નક્કી કરી સગાઈ,

એ ઘડી આવી પહોંચી,

વરકન્યા એ પીઠી ચોળી,


હાથપગમાં મહેંદી રંગ,

હાથમાં પીયુનું નામ,

એ ઘડી આવી પહોંચી,

કન્યા એ ચુનરી પહેરી,


મંગલ ગીતો ગવાતાં,

જાનૈયા કરતા આનંદ,

ધીમા ધીમા શરણાઈ સૂરમાં,  

જામ્યો લગ્ન માહોલ,  


મંત્રોચ્ચાર સાથે લગ્ન વેદી પાસે,  

બેઠા વર અને વધુ,

એક બીજાને હાર પહેરાવી,  

બન્યા પતિ અને પત્ની,


ચોરીના ફેરા ચાર ફરીને,  

વચનો એ બંધાઈને,  

માવા મિઠાઈ ખાઈને,  

વધુ બની સાચી સૌભાગ્ય વતી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance