વિકલ્પ
વિકલ્પ


માતૃભાષાનું સામ્રાજ્ય દિવ્ય, ભવ્ય, અનોખું.
સદૈવ ગરિમા બક્ષે, એનું માન સન્માન ગૌરવવંતુ.
ના પામી શકાય માતૃભાષાનો કોઈ પણ વિકલ્પ.
મારી માતૃભાષાની રોશન અસ્મિતા મહાન,
આત્માના સિંહાસન પર સદા બિરાજમાન.
શું શક્ય બને માતૃભાષાનો કોઈ પણ વિકલ્પ?
વિવિધતાની વિશેષતા ખાસ લાક્ષણિકતા,
નવા રૂપે મહેકે ગઝલ, શાયરી, વાર્તા, કવિતા.
તો પણ શોધવા ચાલ્યાં,
માતૃભાષાનો કોઈ વિકલ્પ?
અહેસાસ વ્યક્ત થાય શબ્દોના શણગાર બનીને,
પ્રસન્નતા છવાય ગીતના મીઠા ગુંજારવ કરીને.
ખરેખર, જડ્યો ના જડે, માતૃભાષાનો કોઈ પણ વિકલ્પ.