વિજય પંથ
વિજય પંથ
સારું નરસું મન મહીં,
ભીતરે સંવાદ જાળવી રાખ,
દેવ દાનવ વિચાર મહીં,
બંન્ને વચ્ચે સમતુલન રાખ,
હાર જીત દિલ મહીં,
ઉન્માદ આશ સુમેળ રાખ,
સુખ દુઃખ તર્ક મહીં,
તું સારો નરસો જીવ્યે રાખ,
જય પરાજય જીવન મહીં,
વિજયે તું એકલો આશ રાખ,
ઉધામો સમજ સમાજ મહીં,
"રાહી" વિજય પંથે નજર રાખ.
