વિજ્ઞાન
વિજ્ઞાન
આજ દેશ વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ કરે છે,
એ પ્રગતિ ક્યાંક વિનાશને નોતરે છે,
મનુષ્ય વિચારે યંત્રોથી કામ સરળ બને છે,
એ યંત્ર મજૂરોની રોજી રોટી છીનવે છે,
જે વાત વર્ષોથી ધાર્મિક ગ્રંથો સમજાવે છે છત્તાં ના સમજાય છે,
વિજ્ઞાનની સાબિતી મનુષ્ય તરત સમજી જાય છે,
જે યંત્રો ઉપકરણો હવાને પ્રદૂષિત કરતા હોય છે,
એ જ યંત્રો ઉપકરણોનો મનુષ્ય આદિ બનતો જાય છે,
ભૌતિક સુખ સગવડ માટે મનુષ્ય વૃક્ષોનો નાશ કરે છે,
ઓક્સિજનનું પ્રમાણ ઘટે તેથી જીવનનું જોખમ વધે છે,
મનુષ્ય ઈશ્વરે કરેલ દરેક સર્જનમાં પોતાનો પગપેસારો કરે છે,
ઈશ્વર જેવું સુંદર સર્જન મનુષ્યએ કરવું અશકય છે.
