STORYMIRROR

Deviben Vyas

Classics Others

4  

Deviben Vyas

Classics Others

વીજળી

વીજળી

1 min
359

વીજળી ઝીણી ઝબૂકે આભમાં,

વીજળી તેજે પ્રકાશે આભમાં.


મેઘરાજા ગર્જના કરતાં ઘણી,

વીજળી દામન ઉજાળે આભમાં.


વર્ષતો વરસાદ, ધરતી ભેટવાં,

વીજળી નટખટ રમાડે આભમાં.


ક્યાંક ઝીણો ક્યાંક મૂશળધાર લઇ,

વીજળી નર્તન, ધરાવે આભમાં.


તીક્ષ્ણ ધારે, એ ખડગ લઇ નીકળે,

વીજળી ભયને પમાડે આભમાં.


જામતો અંધાર, ચોગમ જ્યાં ગગન,

વીજળી નયનો નચાવે આભમાં.


પ્યાસ જ્યાં ચાતક ભરે છે ચાંચમાં,

વીજળી રસ્તો, બતાવે આભમાં.


જ્યાં ચમકતી વીજ કોલાહલ કરે,

વીજળી હાકલ, કરાવે આભમાં.


તેજનો તોખાર, લાગે છે ઘણી,

વીજળી કારણ,બતાવે આભમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Classics