વિદ્યાભ્યાસ
વિદ્યાભ્યાસ
વિદ્યાભ્યાસ માંગે સખત મહેનત,
કરવી પડે તપસ્યા દિવસ ને રાત,
ભણવામાં જોઈએ ખંત ને લગન,
ત્યારે પૂર્ણ થતું વિદ્યા અર્જન,
ભણીગણીને જયારે સફળ થાય,
ચારમાણસોમાં એની પૂછા થાય,
આવા લોકો સમાજમાં પૂજાય,
જીવન તેમનું સફળ કે'વાય.
