વિચિત્ર ઘર
વિચિત્ર ઘર
પહેલાના જમાનામાં વૃદ્ધો હતા ઘરમાં જેથી ન કરવી પડતી ઘરની રખેવાળી
આજના જમાનામાં પશુ પાળી કરે ઘરની રખેવાળી,
ઘર ભરેલું રાખે છે રાસરચિલું અને સવલતોથી,
ઘરડાં મા બાપને રાખવા હૃદયમાં કે ઘરમાં જગ્યા નથી,
ઘર એક મંદિર આજ ફકત કહેવત બની રહી ગયું,
ઘર આજ બધાને માટે એક હોટેલ સમાન બની રહી ગયું,
વિચિત્ર ઘર નહિ વિચિત્ર છે માણસના વિચારો,
વિચિત્ર બની માણસાઈ ને ઘર ભંગોળ બની ગયાં,
પહેલાં બાળકોનાં ધમાલ મસ્તીથી ઘર ગુંજી ઊઠતું,
અત્યારે મોબાઈલને કારણે આ ઘર વિચિત્ર બની ગયું,
એકબીજા સાથે વાત કરવાનો સમય નહીં મળે ઘરમાં,
પરિવાર છૂટાં પડ્યાં ને ફક્ત રહેવા માટે ઘર રહી ગયું.
