STORYMIRROR

BINAL PATEL

Inspirational Others

3  

BINAL PATEL

Inspirational Others

વિચારોનો વંટોળ

વિચારોનો વંટોળ

1 min
926


પ્રેમની પરિભાષામાં થોડું ઉમેરી લઈએ,

માન-સમ્માન, સાચું-ખોટું, હાર-જીત, ઊંચ-નીચ, કાળા-ધોળા,

બધી જ સીમાથી થોડા ઉપર જઈને કાંઈક સમજી લઈએ,


સિધ્ધાંતોની સરગમ સંગ, કર્મની કેડી કંડારી જોઈએ,

કર્મના કોયડા જરા સમજી જોઈએ,

મનના કોઈક ખૂણે પ્રામાણિકતાનો દિપક જલાવી જોઈએ,


શબ્દોથી નહિ મૌનથી વાત સમજાવી જોઈએ,

નફરતને પ્રેમથી જીતી લઈએ,

અરે મઝાક મઝાકમાં ખૂબ મોટી વાતો કરી જોઈએ,


કોઈ સાંભળે કે ખાલી ડોળ કરે સાહેબ,

ક્યારેક એકાંતને પણ કાંઈક સંભળાવી જોઈએ,


નીંદરમાં જરાક અમથી ખરોચ આવે તો,

વિચારોની વધતી દોર જરાક ખેંચી જોઈએ,


ખૂબ મઝા છે દોસ્ત,

જિંદગીના દરેક રંગને માણવાની,

બસ,

પોતાની જાતને ખુશ રાખતા શીખી જઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational