STORYMIRROR

Sanket Vyas Sk

Inspirational

3  

Sanket Vyas Sk

Inspirational

વિચાર

વિચાર

1 min
318

કઠિન સરવાળા જીવનમાં 

     વિચાર તણા થાય છે, 

વિચાર કરવામાં જ જીવનના

     કુણા તાંતણાઓ ખેંચાય છે. 


વિચાર કરીને અપનાવવું

    એ જીવનમાં 

     ક્યાં કદીયે થાય છે !?

વિચાર એ સંકોચાય અને 

જીવન પણ આપણું સંકોચાય છે. 


વિચાર એવા કરીને

     જીવન આપણું બદલાય છે, 

વિચારમાં જ જીવનના કુણા તાંતણા પણ વિંધાય છે. 


વિચાર નવો કરીએ ત્યારે જ તો

       નવું કંઈક સર્જાય છે અને 

વિચાર ખરાબ આવતા જ

     સર્જેલું સુંદર સઘળુંયે વિખેરાય છે. 


વિચાર વિચાર શું કરી રહ્યો છે,

વિચાર કરીને જ આ "ઈશારો"

          કંઈક લખી રહ્યો છે. 


એવા સારા "વિચારોને"

     ખુદ ઈશારાના પણ સલામ છે, 

જેના દ્વારા સુંદર 

     આ રૂડી દુનિયા સર્જાય છે.  


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational