STORYMIRROR

Bharati Vadera

Romance

3  

Bharati Vadera

Romance

વ્હાલમ

વ્હાલમ

1 min
26.3K


જયાં નામ તારું લીધું ને મહેકી હવા 

જાણે ઉમટ્યો સુગંધનો દરિયો

રોમ રોમ ફોરે ને હૈડું કોળે

મને પાગલ બનાવે નાવલિયો.

મારા ચણોઠી જેવા હોઠોને 

તેં ચુમ્યાં છે જયારથી

નિખરી કંઈ પ્રીતિની લાલી

સહેલીઓ પૂછે કઈ લિપસ્ટીકનો શેડ આ

કેમ કહું આ તો વ્હાલમનાં પ્રેમની નિશાની.

વિનવું વાસંતી વાયરાને દેજો વ્હાલમને સંદેશો

વ્હેલો વ્હેલો રે મળવા મને આવે

રંગોના થાળ ને કેસુડે ભરી પિચકારી

આ વિજોગણને પ્રેમનાં વારિમાં નવડાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance