Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr. Foram Patel

Inspirational

3  

Dr. Foram Patel

Inspirational

વ્હાલી જિંદગી

વ્હાલી જિંદગી

1 min
253


વ્હાલી જિંદગી,

કરું શું હું તને ફરિયાદો ?

આપી છે તે તો સુંદર યાદો !


સાચી સમજણ થકી સમજાવ્યો

તે મર્મ આ જીવતરનો,

તારી શીખ થકી થયો પૂર્ણ હેતુ

 મારા જીવન ઘડતરનો !


સુંદર સંબંધોનો ઉષ્માભર્યો સદા

મળ્યો છે મને સાથ,

સુખ-દુઃખના દરેક પળમાં મળ્યો મને 

મારા સ્વજનોનો હાથ !


માન્યું કે ડગલે ને પગલે બદલાય છે 

જિંદગી તારા રંગ,

તો પણ જીવી લઈશું તને ઈશ્વરની

શ્રદ્ધાને સંગ !


શીખવ્યા છે તે સંસ્કાર ને સંયમ,

રાખીશ એને હું સ્મરણમાં કાયમ !


કેળવું એટલી હિંમત કે કદાપિ હાર

માની ઉતરું નહીં હું ઊણી,

આ સુંદર જિંદગી બદલ હર ક્ષણ

 રહું હું પ્રભુની ઋણી..!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational