STORYMIRROR

Leena Vachhrajani

Inspirational

3  

Leena Vachhrajani

Inspirational

વેલકમ પાનખર

વેલકમ પાનખર

1 min
288

વસંતની જેમ પાનખર ઉજવીએ,

પાનના ખરવાની મોસમ પણ આવકારીએ..


વસંતનું હર્યુંભર્યું વૈભવને લઇને આવવું,

તો પાનખરને એની પર્ણત્યાગની અમીરાત માટે બિરદાવીએ..


પાનખર થકી જ વસંતનું મહત્વ,

જો ખરશે નહીં તો વસંતને કેવી રીતે ઓળખીએ..


ખરીને ફરી કૂંપળરુપે જન્મવું,

જિંદગીને પણ એ જ ક્રમમાં સ્વિકારીએ.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Inspirational