STORYMIRROR

Mehul Shah

Inspirational Others Children

3  

Mehul Shah

Inspirational Others Children

વેક્સિનની ખુશી

વેક્સિનની ખુશી

1 min
306

આવી આવી આવી ખુશીઓની વેળા આવી રે,

લાવી લાવી લાવી વેક્સિનનાં વાગડ લાવી રે,


જીતે જીતે જીતે ભારતનાંં વૈજ્ઞાનિક જીતે રે,

પામે પામે પામે વિશ્વમાં અગ્રસ્થાન પામે રે,


ઊગ્યાં ઊગ્યાં ઊગ્યાં આશાનાં અંકુર ઊગ્યાં રે,

 ભાગ્યા ભાગ્યા ભાગ્યા ભયનાં વાદળ ભાગ્યા રે,  


ખુલશે ખુલશે ખુલશે શાળાનાં દ્વાર ખુલશે રે,

ઘટશે ઘટશે ઘટશે મોબાઈલની માયા ઘટશે રે,


ફરશું ફરશું ફરશું અમે દેશવિદેશમાં ફરશું રે,

કરશું કરશું કરશું અમે મન મૂકી મઝા કરશું રે,  


આવશે આવશે આવશે સ્નેહ-સંબંધી આવશે રે,

વધશે વધશે વધશે ઉત્સવનો ઉત્સાહ વધશે રે,


થોભશું થોભશું થોભશું હજી થોડી વાર થોભશું રે,

રાખશું રાખશું રાખશું સાવચેતી સાચી રાખશું રે,


વિત્યા વિત્યા વિત્યા વાયરસનાં વિઘ્નો વિત્યા રે,

ધન્ય ધન્ય ધન્ય સર્જનહાર સંગાથે ધન્ય રે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational