STORYMIRROR

Tanvi Tandel

Inspirational

3  

Tanvi Tandel

Inspirational

વેદના

વેદના

1 min
742


છે અવઢવ હ્ર્દયને, સાંભળું વેદનાનો સૂર કોનો ?

રસ્તા બોલ્યા.. સાંભળ તું મારી વેદના

વૃક્ષોને કાપીને વિકાસ નામે આપી અમને એકલતા.


એટલામાં,

ગામડું બોલ્યું.. સાંભળ તું મારી વેદના

શહેરો વધારી કર્યું અમારી સંસ્કૃતિ પર આક્રમણ.


એટલામાં,

માછલી બોલી.. સાંભળ તું મારી વેદના

જળને કરી પ્રદૂષિત દીધું અસ્તિત્વ ઉપર સંકટ.


એટલામાં,

ધરતી બોલી.. સાંભળ તું મારી વેદના

બાંધી સિમેન્ટ તણા મ્હેલો, ઉજાડીને ખેતર

ઝુંટવી લીધી મારી લીલોતરી.


એટલામાં,

હવા બોલી.. સાંભળ તું મારી વેદના

વાહનોનો ખડકલો ને ફેકટરીના ધુમાડા આપી

માંગે છે બદલામાં ચોખો ઓક્સિજન


એટલામાં,

એક મા આવી... કહે સાંભળ તું મારી વેદના

દીકરો વિદેશે કમાઈ ઘણા ડૉલર

પણ માવતરના હાલ પૂછવાની નથી રે એને ફિકર.


લાગણીઓનો દુકાળ સર્જાયો છે.

સૌના ડૂસકાં ઓનો ભાર લઈ

હું બસ ઈશ્વર ને પ્રાર્થી રહી.


એટલામાં ઈશ્વર બોલ્યા....

બદલાયેલી આ અવની માટે છે

માનવ બસ તું જવાબદાર

હવે મારી વેદના વર્ણવું કોને ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational