STORYMIRROR

Vrajlal Sapovadia

Inspirational

4  

Vrajlal Sapovadia

Inspirational

વેદ

વેદ

1 min
60

ભણ્યાં વેદ બે-ચાર પણ ભુલાયા નહીં ભેદભાવ 

બન્યાં સમાધીસ્ત ને બિન હલેસે ડુબાડ્યાં નાવ 


ફંફોળવાં થોથાં રોજ ને વાત વાતે રહ્યાં વેદિયા 

નિર્લેપ અતિ ઘણાં પણ થનગને નિહાળી ફદિયાં 


પૂજ્યા પત્થર પાંચસો પણ ધૂત્કાર્યા નર જીવતાં

ભર્યો સંસાર મેદાનમાં મેલી ડુંગરે ખોળ્યાં દેવતાં 


વગર દૈવતે જાત ને વગર દેવતે બુઝાયો ચૂલો 

રડાવ્યા કુમળાં ફૂલો ને ઘરે મંદિરે ચડાવ્યાં ફૂલો 


ભણ્યાં વેદ બે-ચાર પણ ભુલાયા નહીં ભેદભાવ 

મળ્યાં નહીં ઈશ્વર અંતે એની કરી ઠાઠડીને રાવ 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational