વૈશાખે વરસાદ
વૈશાખે વરસાદ


ઝન ઝન વરસે આભે અમૃત, વૃક્ષ હરખાયા હતાં મૃત, છોરા ગલી ગલી નાગા નાચે, મેઘ આકાશી શાસ્ત્ર વાંચે, વહે સ્નેહે શીતળ લહેરો, વીજ ઝબૂકી ભરતી પહેરો, ગાજે મેઘ મલ્હાર રૂડો, ખન ખન વાગે નારી ચૂડો, ચૂલે ચડાવી ઉના આંધણ, તીખાં તમતમતા મીઠાં રાંધણ, વરસ્યો મેહુલો મારે આંગણ, સરિતા છલકે જ્યમ નાગણ, ખેડુ દેખી બહું જ હરખે, ચાતક મોર જલ્દી પરખે, આવ રે મેહુલા આવ, નદી તળાવે તરશે નાવ