STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

3  

Kiran piyush shah "kajal"

Romance

વાયરો

વાયરો

1 min
118

ધીમે ધીમે લહરાતો વાયરો ને વાયરા સંગ હિલોળે ચડ્યું અંગ અંગ

 વાયરા સંગ લહેરાતી આ મારી ચુંદડી ઊડતી વાલમની ઝુલ્ફો સંગ સંગ,


વાલમની આંખોમાં દેખાયો એ મસ્તીનો દરિયોને આંખોએ કરી જંગ જંગ 

આભલાં જડેલ મારા કબ્જામાં જોઉ એની છાયા ને મને ચડયો વાલમનો રંગ રંગ,


મનમાં ઉમટયા મારે મેળાના રંગને હરખની હેલી એ હું તો થાતી દંગ દંગ,

માનવમહેરામણ ઉભરાયો તોયે એકલી નિહાળતી વાલમના ઠંગ ઠંગ,


વાયરો વાયને સાથે લઈ જાય આ મનના સોણલાને નજરું થાય કંઈ તંગ તંગ,

સખીઓનો સંગાથે મને ઘડીએ ના વિસારે મારે નયનના તીર એવો એ નંગ નંગ,


વરણાગી એ છેડે એની તીરછી નજર ને કોણ પાડે તેની મસ્તીમાં ભંગ ભંગ,

હૈયે ગુંજે એના નામનો ધબકારને જીવન કર્યું તેને અર્પણને જીવીશું સંગ સંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance