STORYMIRROR

Drsatyam Barot

Classics

3  

Drsatyam Barot

Classics

વાયરો વસંતનો

વાયરો વસંતનો

1 min
27.4K


ફરફર વાય છે રે વાયરો વસંતનો

મને ઊંઘતી જગાડે રે,

વાયરો વસંતનો.

નસનસમા લોહી બની જોશમાં એ દોડતો,

ધકધક ધબકારા બની ઉરને ધબકાવતો,

મારા ચિતડાનો ચોરનારો રે,

વાયરો વસંતનો.

ખાખરાની ડાળે એ તો કેસૂડો થઇ મ્હાલતો,

આબાની ડાળે ડાળે મ્હોર બની મ્હાલતો,

શ્વાસ બની મ્હાલનારો રે,

વાયરો વસંતનો.

વાય છે રે મરક મરક વાયરો વસંતનો,

રોમ રોમ ખિલવે છે, વાયરો વસંતનો.

દલડા ખિલાવનારો રે ,વાયરો વસંતનો...


Rate this content
Log in

Similar gujarati poem from Classics