STORYMIRROR

Mulraj Kapoor

Inspirational Others

3  

Mulraj Kapoor

Inspirational Others

વાતો - 72

વાતો - 72

1 min
209

વિશ્વાસે વહાણ ચાલે, 

લોકો સુખ ચેનથી મ્હાલે, 

વિશ્વાસ જો ઊઠી જાય, 

ત્યારે દરવાજા દેવાય, 


એથી પણ જો કામ ન થાય, 

દરવાજે તાળા લટકાવાય, 

પણ તે પણ જો તૂટવા લાગે, 

વિશ્વાસ સાવ ઊઠવા લાગે, 


માણસ ને માણસ તણો, 

ઓછો થાય જે હતો ઘણો, 

વિશ્વાસ એ બને ઈતિહાસ, 

આ છે નવા જમાનાનો રકાસ,


છેલ્લે સિસિટીવી લગાવાય  

અવિશ્વાસને લીધે બધું થાય, 

જો ચાલે તો ભેદ પકડાય, 

પણ નિશ્ચિત તો ન રહેવાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational