વાતો - 62
વાતો - 62
પ્રભુ પ્રાર્થનાનો જવાબ આપે,
દિલથી કરેલી વાત સાંભળે,
તરત એનો જવાબ આપે જો,
કરે છે વિશ્વાસ પાકો સમજો.
જો નથી આવતો એનો જવાબ,
સમજો હજી બાકી હશે હિસાબ
કદાચ કરવી હશે એને તપાસ,
લે પરીક્ષા તો ન થવું નિરાશ.
રોજ સામે જઈ હાથ ફેલાવે,
ને જવાબ બિલકુલ ન આવે,
સમજો કાંઈ સારું વિચાર્યું હશે,
અપેક્ષાથી કાંઈ વધારે આપશે.
