વાતો - 45
વાતો - 45
ભણીગણી ને પંડિત થયા,
પોતાની વાતો હાંકતા થયા,
ખાડામાંથી કૂવામાં પડ્યા,
દેડકાં તો અંતે કૂવાના કે'વાયા.
સફળતા મળી નામના થઈ,
ચોરેચૌટે ચર્ચાઓ થઈ,
ભણતરમાં ગણતર ભૂલ્યા,
ભાજીને ખાજા ભાવ એક રાખ્યા,
ખોટા દેખાવડા કરવા જતાં,
કરતા રહ્યા કેટલીય ખતા,
મોઢું હસતું ને અંદર ઉદાસી,
બનાવટી ફૂલ થાય નહીં વાસી.
