વાતો - 42
વાતો - 42
પોતાની અસલીયત રાખવી,
ઓળખ એક આગવી ધરવી,
કાબેલિયત એવી બનાવવી,
એક સમાન ને એક સરખી,
સહેલાઈથી જેને ઓળખાય,
અરીસાની તો જુઓ ખાસિયત,
તૂટી જાય તો પણ કાર્યરત,
ટુકડા હો એક કે ઘણા બધા,
નિજ કામમાં તો છે પાવરધા.
