વાસ્તવિકતા નજરિયાની
વાસ્તવિકતા નજરિયાની
વાસ્તવિકતા નજરિયાની
નજર તો એજ હોય,
વાત બસ નજરિયાની હોય,
બઘું આ નજરિયાની રમત હોય,
નજરિયો બધાનો અલગ હોય,
નજર નજરમાં ફરક હોય,
જે દેખાડવામાં આવે એજ જોવા માંગે
વાસ્તવિકતા કાંઈ જુદી જ હોય,
જોવા ને સમજવા ન માંગતાં જ હોય,
અછત બસ નજરિયાની જ હોય,
નજરિયો નેક હોય,
તો બઘું ખુબસુરત દેખાય.
વિચાર પર નિર્ભર હોય,
વિચાર બદલશો
તો નજરિયો બદલાશે
નજરિયો બદલશો
તો કંઈ પણ ધૂંધળું નહીં દેખાય.
બઘું ચોખ્ખુ જ દેખાશે.