STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

"વાર નથી લાગતી"

"વાર નથી લાગતી"

1 min
326

આમ હતાશ ના થા

હાર નો પણ જશ્ન મનાવ

આશાના જળમાં ડૂબકી લગાવ


મધ દરિયે ભલે નાવ હો તારી

ઈશ્વર છે નાવિક નૈયાના

તો કિનારો મળતા વાર નથી લાગતી


તારી હારની આમ નાહક ફરિયાદ ના કર

કિસ્મતની બાજી પલટાતા વાર નથી લાગતી

આમ પાનખરથી હતાશ થઈ હિંમત ના હાર

મૂળ છે મક્કમ તો વસંતને આવતા વાર નથી લાગતી


આશાના મિનારાને  હિંમતથી સજાવ

હિંમતે મર્દા તો મદદે ખુદા એ કહેવતને 

સાર્થક થતાં વાર નથી લાગતી


પ્રયત્નોની સીડી પર ચઢતો રહે તો

આકાશને આંબતા વાર નથી લાગતી

સજાવ્યો છે મન નો માળો, તો જતન કર

આમ મનની ખરી મુરાદો પૂરી થતાં વાર નથી લાગતી


આસ્થાનો દીપ હૈયે પ્રજ્જવલિત રાખ

સાચા દિલથી માગેલી દુઆ

કબૂલ થતાં વાર નથી લાગતી


જિંદગીની બાજી તું ખેલતો રહે

તારા ભાગ્યે આવેલા પાત્રને તું ભજવતો રહે

કૃષ્ણ છે જીવન રથના સારથી

તેની આજ્ઞા નું પાલન કરતો રહે

તો તારી હારેલી બાજી ને પણ

જીતમાં પલટાતા વાર નથી લાગતી


એક બુંદ ગુમાવ્યાનો અફસોસ ના કર તું

આ વર્ષાની હેલીથી સરોવર

છલકાતા વાર નથી લાગતી


તારી ભીતર છે અખૂટ શક્તિનો ભંડાર,

ડોકિયું તો કર, આ કોશેટો ને

પતંગિયામાં રૂપાંતરિત થતાં વાર નથી લાગતી



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational