STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

વાનગી વહાલપની

વાનગી વહાલપની

1 min
27.9K


કરામત બેય હાથોની કામ એક કામણગારું કરી ગઈ,

સાતત્ય કર્મનું ભવ્ય રેખાઓ ભાગ્યની બનીને પથરાઈ ગઈ.


ઢળતી સાંજની ઉદાસીમાં જોઈ લીધી હતી એક અમર આશ,

ને સુ-પ્રભાતે સોનેરી સૂર્ય કિરણોવાળા દિ'ની ભેટ મળી ગઈ.


કરી લીધો સ્વીકાર દુનિયાની નફરતોનો પણ હસ્તે ચહેરે,

તો રુદિયાના રસોડામાં વાનગી એક વહાલપની બની ગઈ.


શબ્દો સંગ રૂડી રંગતની સંગત એવી અંગત બની ગઈ કે,

રાતની સુનસાન ખુમારી વિચારને વીંધીને ગઝલ બની ગઈ.


એક એક ડગલું "પરમ" ધ્યાનથી ભર્યું હતું જિંદગીભર હરદમ,

"પાગલ" થાકીને થયો થીર તો કદમોમાં જ મંઝીલ મળી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational