વાંદરો
વાંદરો
વાંદરા એ (વાંદરી સાથે) કરી તકરાર,
દરિયા કિનારે આવ્યો,
મગરને જોઈને પુરાની યાદ લાવ્યો,
વાંદરાને જોઈ ને મગર બબડ્યો,
કેટલા વર્ષે બેવકૂફ અહીં આવ્યો,
દાદા નહોતા અપડેટેડ
એટલે
વાંદરો છેતરી ગયો,
આ અહંકારી વાંદરો,
કેમ અહીં આવ્યો ?
ના જાંબુ છે અહીં,
કાળજું સાથ લાવ્યો !
થોડા થોડા વિજ્ઞાન સાથે,
પાંચમી ચોપડી ભણ્યો,
આજ કરાવું સવારી તો,
દરિયામાં ઓહિયા કરતો જાઉં,
કેમ કરીને વાંદરાને,
ચાકામાં લેતો જાઉં ?
ઉદ્વેગ મને વાંદરો,
નારિયેળી પર ચડી ગયો,
જાંબુ નહીં તો,
નાળિયેરી લેતો જાઉં,
વાંદરીને મનાવી,
સુલેહ કરતો જાઉં,
મગરના આંખોમાં,
આંસુ પણ જોતો જાઉં !
આજ નવાજમાનાનો,
વાંદરો હું ગણાઉં,
મનને જાણવાની,
કી હું જાણી જાઉં !
