STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama

4  

ચૈતન્ય જોષી

Drama

વાંચું

વાંચું

1 min
628

ન હું તમારી વાતને વાંચું. 

હું તો બસ જાતને વાંચું. 


દિવસ છોને અસ્ત થતો, 

કાજળઘેરી રાતને વાંચું. 


શું લાવી એ વાત નથી,

હું તારી સોગાતને વાંચું. 


મળે ના મળે વાત જુદી,

સ્મરણે મુલાકાતને વાંચું. 


ચહેરાથી શું હોય જોવાનું? 

હું ભીતરની ભાતને વાંચુ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama