વાદળ ને આમંત્રણ
વાદળ ને આમંત્રણ
હે વાદળ, વરસી લે જરાક આજે,
મારો હરખ પૂરો કરી લે આજે,
મન ને સાફ કરી લે આજે,
લાગણીઓની છલકાટ વરસાવી દે આજે,
હૃદયનાં મોરને નચાવી દે આજે,
મનનાં બધા સંકોચ વહાવી દે આજે,
સુખોનાં સરોવર ભરી દે આજે,
ઇન્દ્રધનુષનાં રંગ જીવનમાં ભરી દે આજે,
નદી ને છલકાતો સ્વર આપી દે આજે,
વૃક્ષ ને ખીલાવી દે આજે,
વાદળ, વરસાવતો રે પ્રેમ અને મન મૂકી ને વહી જા આજે...