ઉપકારની પગથી
ઉપકારની પગથી
શૃંખલા એક સર્જાણી એવી, જેવી નહિ કે તેવી,
માત-પિતા, ગુરુ, મિત્ર, શત્રુ, પગથી એ તો એવી !
માંડીને કરું વાત આ જન્મોજન્મ તણી લેણાદેવી,
શિખરો સિદ્ધિનાં પાર કરાવે, પગથી એ તો એવી !
માન્યે લાખ ઉપકાર જડે ન મોલ, કડી આ તે કેવી,
અમુલખ ઋણાનુબંધે ચણી, પગથી એ તો એવી !
વારંવાર થાઉં કૃતકૃતજ્ઞ, મસ્તકે ચરણ રજ લેવી,
ઉઠાવે ઊંચે એવું સૌભાગ્ય, પગથી એ તો એવી !
બલિહારી ઇશને *દીપાવલી* ભાગ્યની વાત કેવી,
ઉપકારોની શૃંખલાને નિત વંદુ પગથી એ તો એવી !
