STORYMIRROR

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

ઉપકારની દુનિયા

ઉપકારની દુનિયા

1 min
364

ઉપકાર માનવો એ શિસ્ત અને ઉપકાર યાદ રાખવો એ સંસ્કાર છે,

ઉપકારમાં સામેલ છે એક જાતની નૈતિકતા, ઉપકાર માનવતાનો દ્વાર છે.


કોઈને ક્ષમા આપી દેવી, એ નથી આવતું ઉપકારની શ્રેણી હેઠળ,

ખરેખર જોવા જાવ તો, ક્ષમા એ તો પોતાની જાત પર કરેલ ઉપકાર છે.


કરેલ ઉપકાર તો હંમેશા હોવા જોઈએ ગુપ્તદાનને સમકક્ષ,

ઉપકાર કરીને ઢંઢેરો પીટનાર તો, ઘાવ ખોતરનાર જેવા ગુનેગાર છે.


પ્રામાણિકતા રાખવી એ પણ નથી કોઈ ઉપકાર કે પરોપકાર,

પ્રામાણિકતા તો સ્વહિત માટેનું સોનેરી સૂત્રધાર છે.


કોઈએ કરેલા ઉપકાર માટે આપણે દર્શાવવો જોઈએ આભાર,

પણ કોઈના ઉપકાર તળે દબાઈ રહેવું, લાચારીનો સાક્ષાત્કાર છે.


ઉપકાર હોવો જોઈએ શુદ્ધ, હિસાબ કિતાબ વગરનો,

ગણતરી સાથેનો ઉપકાર તો એક જાતનો વ્યાપાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational