ઉંચું શમણું
ઉંચું શમણું
આકાશને આંબવાની મળી છે સીડી,
કરો હવે તમે જ લાંબી તમારી લીટી.
જોઇ શમણાં સુવાય ખરા આમ જો,
સમયે નીકળી જવાનું હોય છે ઉઠી.
ઊંચાઈ ગમે છે ને મહેનત થાય છે,
તો સમજો હવે પળમાં પાંખ ફૂટી.
સમસ્યા ને વિઘ્નો આવ્યા જ કરે,
પણ ઉરે હિંમત છે એક જડીબુટ્ટી.
ગુમાન આકાશને હોય ભલે ઊંચાઈનુ,
પણ "નીલ" પરિશ્રમ લાવ્યો છું ઘૂંટી ઘૂંટી.
