STORYMIRROR

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Inspirational

2.7  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Inspirational

ઉમ્મીદ તું કદિ મુકીશ ના !

ઉમ્મીદ તું કદિ મુકીશ ના !

1 min
320


લાખ દિવસો સારા હોય,

તું અભિમાન કદિ કરીશ ના !

લાખ માણસ સારો હોય,

તું વિશ્વાસ જલ્દી કરીશ ના !


લાખ મુસીબતો ભલે આવે,

તું પથથી તારા કદિ ડગીશ ના !

આશાનો સુરજ ભલે ના ઉગે,

તું ઉમ્મીદ કદી મૂકીશ ના !


લાખ દુશમનો ભલે હોય તારા,

સાચો એક મિત્ર કદિ છોડીશ ના !

સફળતા ભલે તને મળે ના મળે

મંઝીલની આશા કદિ મુકીશ ના !


લાખ બુરાઈ તારી ભલે કરે કોઈ.

તું બુરાઈ કદિ કોઈની કરીશ ના !

લાખ કોશિષ ભલે કરે કોઈ ,

અન્યાય સામે કદિ તું ઝુકીશ ના !


પ્રભુનાં આશીર્વાદ શાયદ મળે ન મળે,

મા-બાપના આશીર્વાદ કદિ તું ચુકિશ ના !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational