ઉદાસ મન
ઉદાસ મન
પોપચાં ઢળે છે, છતાં પણ ઊંઘ નથી,
કરવી છે ધીંગામસ્તી, છતાં પણ મૂડ નથી,
પવન તો છે, છતાં પણ ગરમી લાગે છે,
શોરબકોર તો છે, છતાં પણ ગમગીન લાગે છે,
બધાની વચ્ચે હોવા છતાં પણ, સાલું એકલું લાગે છે,
કારણ એક જ છે,
આ પચરંગી દુનિયા હોવા છતાં પણ,
તારા પ્રેમ વગર મન સાવ ફિક્કું લાગે છે.