STORYMIRROR

ક્ષિતિજ વૈષ્ણવ 'હૃદયાંશ'

Romance

4  

ક્ષિતિજ વૈષ્ણવ 'હૃદયાંશ'

Romance

ગઝલ લખી છે મેં

ગઝલ લખી છે મેં

1 min
665

કંઈક એવી રીતભાતથી ગઝલ લખી છે મેં,

તારી સાથેની યાદોમાં આખી ગઝલ લખી છે મેં,


તું જો આવી જાય મારા નયનો સામે,

આ અસંખ્ય ફૂલડાઓના બગીચાનું શું કામ,


અહીં તારી કજરારી આંખો, ગુલાબી ગાલ,

ફૂલ પાંદડી તણા હોઠના રૂપરંગની મોસમ લખી છે મેં,


મારા દિલમાં ખૂબ જ દર્દ છે પુરાણું,

આ દર્દમાં તું સાથ આપે એવી આશ લખી છે મેં,


આ ભરતી ઓટથી શું ફરક પડવાનો દરિયાને,

રેતીના કણકણમાં તને મળવાની તરસ લખી છે મેં,


લાગણી છે તો જ અસ્તિત્વ છે આ 'ક્ષિતિજ'ની ગઝલનું,

બાકી પ્રેમભર્યા શબ્દોથી વિશેષ ક્યાં કોઈ વાત લખી છે મેં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance