તવ સાનિધ્ય સાર
તવ સાનિધ્ય સાર
જન્મજન્માંતરની ઘટમાળ હવે અસહ્ય છે પ્રભુ
તવ ચરણારવિંદ પામવાની એક હવે આશ છે પ્રભુ
પારકી કદમબોસીમાં વીતેલી પળ હવે રાખ છે પ્રભુ
માનવ જીવન ને સાર્થકતાની હવે પ્યાસ છે પ્રભુ
અનંત આલોક પથરાયો ઘટમાં હવે ઉજાસ છે પ્રભુ
જ્ઞાન લાલિમા ફેલાઈ ઉરમાં હવે ભીનાશ છે પ્રભુ
હા, ભીતરનું સૌંદર્ય ભાળ્યું હવે અમાપ છે પ્રભુ
તવ કૃપાબળ હોય તો મુક્તિ હવે હાથવેંત છે પ્રભુ
મોહ-મદ-મત્સર વરેલો સંસાર હવે અસાર છે પ્રભુ
દીપાવલી મન તવ સાનિધ્ય જ હવે સાર છે પ્રભુ