તુંજ તારું વિશ્વ
તુંજ તારું વિશ્વ
તારા થાકનો ભાર તુંજ ઉપાડ,
હાંકી કાઢ આ હાફતા પડકારને.
મુસીબતોથી પીડાતી ઘડીઓ આવે તો ?
તું જ તારો યોદ્ધા થા, લડી બતાવ મેદાનમાં.
ખુશામત શા માટે છુવે તારા મક્કમ મનને ?
પગની ઝંઝીરને તોડ, પલાયન કર લક્ષ્ય તરફ.
પરિણામોના ડરથી જો ફફડે તારા હાથ,
તો બુલંદ ઇરાદામાં, નાખ એક મુઠ્ઠી શ્વાસની.
છંછેડાય ક્યારેક સ્વપણું ? તો સ્વીકાર સચ્ચાઈને,
ઉગાડી બતાવ ગુલાબને, વેરાન રણમાં.
ધ્યેયનું કથન એક વાર કરીયા પછી,
એમની કેડીઓ ચકાસવાના નીકળાય દોસ્ત.
તું જ તારો ઋણી થા અને તું જ તારો સારથી થા.
તું જ તારુ અભિમાન અને તું જ તારું વિશ્વ.