STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

તું વરસાદ બનીને

તું વરસાદ બનીને

1 min
455

તું વરસાદ બનીને વરસ હું ભીંજાવા માંગુ છું,

તું પાણી બનીને રહે હું તરસ છીપાવા માંગુ છું,


તું ફૂલ બનીને ઊગે હું સૌરભ લેવા માંગુ છું,

તું તારો બનીને ચમક હું જોવા માંગુ છું,


તું ધરા બનીને ધર હું ધન્ય થવા માંગુ છું,

તું સાગર બનીને છલક હું મળવા માંગુ છું,


તું મોતી બનીને રહે હું સજવા માંગુ છું,

તું જીવન બનીને રહે હું જીવવા માંગુ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance