તું,તું ને ફકત તું
તું,તું ને ફકત તું
મારા વિચારો પર છે હક ફકત તારો,
ભલે ના હોય તારા વિચાર પર હક મારો,
મારા દરેક શ્વાસ પર છે ફકત તારું નામ,
ભલે ન હોય તારા દરેક શ્વાસ પર મારું નામ,
મારા દરેક સ્વપ્નમાં છે ફકત ચહેરો તારો,
ભલે ન હોય તારા દરેક સ્વપ્નમાં ચહેરો મારો,
મારી દરેક વાતની શરૂઆત અને અંતમાં તારું નામ,
ભલે ન હોય તારી કોઈપણ વાતમાં મારું નામ,
હું તો ઈચ્છું દરેક જન્મમાં મારો જીવનસાથી બને તું,
ભલે તું ચાહે કે ના ચાહે દરેક જન્મે તારી અર્ધાંગિની બનું હું,
તું, તું ને તું મારું હવેથી સર્વસ્વ છે ફકત તું
ખબર નથી તારું સર્વસ્વ છું કે નહિ હું.

