STORYMIRROR

Pravina Avinash

Inspirational

2  

Pravina Avinash

Inspirational

તું કમાડને ઉઘાડ

તું કમાડને ઉઘાડ

1 min
13.5K


ક્યારની દ્વારે આવી ઊભી છું,

તું કમાડને ઉઘાડ...

તારો સાદ સુણી આવી છું,

તું કમાડને ઉઘાડ...

તારા દર્શનની અભિલાષી છું,

તું કમાડને ઉઘાડ...

તને મળવા કાજે તરસું છું,

તું કમાડને ઉઘાડ...

દિલમાં આશા લઈને આવી છું,

તું કમાડને ઉઘાડ...

મન મક્કમ કરીને આવી છું,

તું કમાડને ઉઘાડ...

માયા મમતા ભૂલી વિસરી છું,

તું કમાડને ઉઘાડ...

હરપળ તુજમાં રમણ કરું છું, 

તું કમાડને ઉઘાડ...

અંત સમયની આરત જણાવું છું,

તું કમાડને ઉઘાડ...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational