STORYMIRROR

Nikita Panchal

Romance Others

4  

Nikita Panchal

Romance Others

તું કહે તો હું દઉં

તું કહે તો હું દઉં

1 min
422

રાત પાસેથી રાત ઉધાર લઉં,

તું કહે તો નીંદર ઉધાર દઉં,


રંગો પાસે રંગ ઉધાર લઉં,

તું કહે તો મેઘધનુષ રચાવી દઉં,


વાદળ પાસેથી વાદળી ઉધાર લઉં,

તું કહે તો મેહુલો વરસાવી દઉં,


નદી પાસે નીર ઉધાર લઉં,

તું કહે તો એમાં કમળ ખીલાવી દઉં,


આંખો પાસે સપનાં ઉધાર લઉં,

તું કહે તો સપનાંમાં તને સજાવી દઉં,


હૃદય પાસે પ્રેમ ઉધાર લઉં,

તું કહે તો પ્રેમમાં તને ભીંજવી દઉં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance