ટેલિપથી
ટેલિપથી
એકાદ સંવાદની આશાએ
મૌન અદબવાળી ઊભું..
લખનવી મિજાજ જેવી અવઢવ લઈ..
એકમેક સામે...
નિહારતા રહ્યાં...
તારામૈત્રક રચાયું મૌન સંવાદ રચાયો..
નજરથી સ્પર્શતી...એ નજર...
મૌન સંવાદ રચાયો,
તારામૈત્રકથી હ્રદયના ધબકારનો
તાલથી તાલ મેળવતો...
એ ભાષા પ્રેમને સમજણની
શબ્દો જ્યાં હંમેશા અર્થહીન..
ટેલિપથી....
અંતર સમય અને મૌનને ભેદી...
કદાચ સર્વોચ્ચ અભિવ્યકત...
કાશ...
આ ટેલિપથી - માનસિક સંવાદ હંમેશા કાયમ રહે,
ગેરસમજણ ને શંકાના સમંદર વચ્ચે પણ,
રહેશે ને?

