STORYMIRROR

urvashi trivedi

Inspirational Thriller

4  

urvashi trivedi

Inspirational Thriller

તરંગી

તરંગી

1 min
12

તરંગી જીવ જ જીવન માણી શકે,

પોતાની ફરતે સ્વપ્ન સૃષ્ટિ રચી શકે,


પાંખો લગાવી આકાશમાં ઊડી શકે,

વાદળો સાથે સંતાકૂકડી રમી શકે,


ટમટમતા તારલા ઓને વીણીને લાવી શકે,

સૂરજ સામે હાથ ધરીને છાંયડો કરી શકે,


ઝૂંપડામાં બેસીને આલીશાન મહાલયોમાં ફરી શકે,

સૂકો રોટલો ખાઈને છપ્પનભોગનો ઓડકાર ખાઈ શકે,


ચિથરે હાલ વસ્ત્રોમાં વૈભવી ઠાઠ અનુભવી શકે,

ઝાંઝવાના જળમાં દરિયો તરી ગયાનો આનંદ માણી શકે,


માછલીઓ સાથે હોડ લગાવી શકે, ખરેખર,

તરંગી જીવજ જીવન માણી શકે,

પોતાની ફરતે સ્વપ્ન સૃષ્ટિ રચી શકે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational